ભારતનાં રશિયા સાથે ઉર્જા ક્ષેત્રે નવા સંબંધો આકાર લઈ રહ્યા છેઃ ઉર્જા મંત્રી

New Update
ભારતનાં રશિયા સાથે ઉર્જા ક્ષેત્રે નવા સંબંધો આકાર લઈ રહ્યા  છેઃ ઉર્જા મંત્રી

રશિયાથી નીકળેલું સૌ પ્રથમ એલએનજી કાર્ગો દહેજ ખાતે આવતાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્રપ્રધાને સ્વાગત કર્યું

ભરૂચનાં બંદર એવા દહેજ ખાતે આજરોજ રશિયાથી આવેલા એલએનજી કાર્ગોનું પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રશિયાથી એલએનજીની આયાત શરૂ થવાથી ભાર અને રશિયા વચ્ચેના દ્વિપક્ષિય વેપાર સંબંધોમાં ચોક્કસ મજબૂતિ આવશે. ખાસ કરીને તેલ અને ગેસ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થશે.

વધુમાં ઉમેરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન વચ્ચે થયેલી મંત્રણાઓમાં બન્ને દેશો વચ્ચે ઉર્ષાના ક્ષેત્રમાં વધુ ભાર આપ્યો હતો. હવે બન્ને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે નવા સંબંધો આકાર લઈ રહ્યા છે. આઝે રશિયા તરફથી મળનારૂં પહેલું એલએનજી કાર્ગો દહેજ ખાતે આવી પહોંચ્યુ છે જે આ સંબંધોની સાક્ષી પુરાવી રહ્યું છે.

ભારત અને રશિયા વચ્ચે હાઈડ્રોકાર્બનની આયાત માટે લાંબા ગાળાના સ્રોતનાં રૂપમાં ઉભરી રહ્યા છે. જેમાં ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા રશિયાની ગૈજપ્રોમ માર્કેટિંગ અન્ડ ટ્રેડિંગ સિંગાપુર (જીએમટીએસ) વચ્ચે લાંબાગાળાના સંબંધો પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે. જેના ભાગરૂપે દહેજ સ્થિત પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ટર્મિનલ ખાતે કાર્ગોનું આગમન થયું હતું. આ પ્રસંગે દિલ્હીથી રશિયન વેપાર આયોગ અને ગેજપ્રોમનાં ઉચ્ચ અધિકારીઓ, ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર, સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને કંપની હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories