New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/pmmodi_story_647_030717102354.jpg)
ભારતમાં 2017 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યકિત અને સૌથી મોટા ન્યૂઝમેકર હોવાનું યાહૂએ સર્વેમાં જણાવ્યું છે. ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલી વ્યકિતઓમાં મોદી પછી બીજા ક્રમે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવે છે.
આ યાદીમાં ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમે અનુક્રમે યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી અને અમિત શાહ છે.
આ યાદીમાં આ ઉપરાંત નાણા પ્રધાન જેટલી, સંરક્ષણ પ્રધાન સિતારમન, વિદેશ પ્રધાન ,સુષ્મા સ્વરાજ અને માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાની પણ સામેલ છે. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ યાદીમાં સાતમાં સ્થાને છે.
Latest Stories