/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/09164424/b.jpg)
ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા 13 જેટલા વિવિધ પડતર પ્રશ્નોને લઈ હડતાલ અને આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને રેલી તેમજ ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
સમગ્ર ગુજરાત સહિત ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 750 જેટલા આરોગ્ય કર્મીઓ માસ CL પર ઉતરી જઇ જિલ્લા પંચાયત કચેરી ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. જિલ્લા પંચાયત કચેરી ભાવનગરના પટાંગણમાં પોતાની પડતર માંગોને લઈને ધરણાં કરવામાં આવ્યા હતા. હડતાળના પગલે 25 નવેમ્બરથી રાજ્યમાં શરૂ થયેલ શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમના સરકારને ચોક્કસ આંકડા મળી રહ્યા નથી. આ અગાઉ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ મોબાઇલ જમા કરાવી દેતા જિલ્લામાં થતી રસીકરણ, આરોગ્ય તપાસ સહિતની કામગીરીના ઓનલાઇન ડેટા સરકારને રોજેરોજ મળી રહ્યા નથી, તો બીજી તરફ આરોગ્ય શાખાના ડોક્ટરો દ્વારા ખોટા આંકડા સરકારને મોકલી આપવામાં આવતા હોવાના આક્ષેપો પણ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. "અભી નહીં... તો, કભી નહીં" સુત્ર સાથે પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ "આર યા પાર" માટે હડતાળ પર ઉતર્યા છે.