/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/19184708/bhavnagar-1.jpg)
વર્ષ ૨૦૦૨માં તે સમયના રાજ્યના મુખ્યમંત્રી અને હાલના
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલા આયોગની રચના કરવામાં આવી હતી.
મહિલા આયોગ દ્વારા મહિલાઓને વિનામુલ્યે કાયદાકિય સહાય પુરી પાડવામાં આવે છે.
મહિલાઓના સાંસારીક પ્રશ્નો માટે સમાધાનકારી વલણ અપનાવવામાં આવે છે.
રાજ્યમાં નારી અદાલત દ્વારા ૫૮ હજાર પ્રશ્નોનુ
નિરાકરણ કરવામા આવ્યુ છે. ૧૮૧ અભયમ હેલ્પ લાઈન મહિલાઓના હિતોના રક્ષણ અર્થે
કાર્યરત છે. આ હેલ્પ લાઈનનો ૫૦ લાખથી વધુ મહિલાઓએ લાભ લીધો છે. તેમ રાજ્ય મહિલા
આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ
ગાંધીનગર અને જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા શહેરના પાનવાડી સ્થિત આંબેડકર હોલ ખાતે
યોજાયેલ મહિલા કાયદાકિય જાગૃતિ શિબિરમા આ કાર્યક્રમનો દિપ પ્રાગટ્ય કરી બોલી રહ્યા
હતા.
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે સમગ્ર દેશની સારૂ કામ
કરનારી ૧૦૦ મહિલાઓમા ગુજરાતની મહિલાઓનો પણ સમાવેશ થયેલ છે. મહિલા આયોગ દ્વારા
શાળાઓમા ધો.૯ થી ૧૨મા અભ્યાસ કરતી દિકરીઓને સ્વ રક્ષણ સહિતની તાલીમ આપવામાં આવી
રહી છે. મહિલાઓ શક્તિશાળી બની આગળ આવશે અને તેના પરિણામ સ્વરૂપે સમાજમાં સંપુર્ણ
વિધેયાત્મક દ્રષ્ટીકોણ સાકાર થશે. રાજ્યમાં કુલ ૫૨ (બાવન) યુનિવર્સિટી શિક્ષણ
સહિતની બાબતે કાર્યરત છે.
રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ શ્રીમતી વિણાબેન પટેલએ
જણાવ્યું હતું કે, મહિલાઓને પરેશાન
કરતા પ્રશ્નો જેવા કે દહેજ પ્રથા, સાંસારીક ઝઘડા, સ્ત્રી સતામણી, સહિતની બાબતે હકારાત્મક ઉકેલ લાવવા માટે રાજ્યમાં ૨૭૦
નારી અદાલતો કાર્યરત છે. ૨૭ યુનિવર્સિટીઓમા મહિલા આયોગની કામગીરી બાબતે જાણકારી
આપવામા આવી છે. મહિલાઓના કલ્યાણ અર્થે રાજ્ય સરકારે ૩૦૦ થી વધુ યોજનાઓ અમલમા મુકી
છે. આપણા ગુજરાત રાજ્યમાં ૩ કરોડ મહિલાઓ વસવાટ કરી રહી છે. આ તમામ મહિલાઓને તેમના
હક્કો પ્રત્યે જાગૃત કરવા અંગે મહિલા આયોગ પ્રતિબધ્ધ છે.
સાંસદ ડો.ભારતીબેન શિયાળએ જણાવ્યુ હતું કે કાયદાકિય
જાગૃતિ શિબિર થકી મહિલાઓ પોતાના હક્કો પ્રત્યે જાગૃત બનશે તેમ જણાવી તેમણે ઉમેર્યુ
હતું કે, દેશના પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી મહિલાઓની સમસ્યાઓના ઉકેલ માટે સતત કાર્યરત છે. મુસ્લિમ મહિલાઓના
હિતાર્થે ટ્રીપલ તલ્લાક કાયદો રદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ
મહિલાઓને સમાનતાનો અધિકાર આપ્યો છે. ઉજ્જ્વલા યોજના થકી દેશની બહેનોના
સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે કેન્દ્ર
સરકાર પ્રતિબધ્ધ છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલએ જણાવ્યુ
હતુ કે મહિલાઓમા કાયદાકિય જાગૃતિ નિર્માણ થાય તેવા શુભ હેતુસર આ શિબિર યોજવામાં
આવી છે. મહિલાઓની સાથે સાથે પુરુષોમા પણ જાગૃતિ થાય તેવા લોક કલ્યાણલક્ષી અભિગમ
સાથે આવનારા દિવસોમા જિલ્લા પંચાયત દ્વારા કાર્યક્રમો કરવામાં આવશે અને તે થકી
જિલ્લામા એક તંદુરસ્ત સમાજ નિર્માણ થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ
શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને તજજ્ઞો દ્વારા કાયદાકિય જાગૃતિ વિષયે ચોક્કસ જાણકારી
આપવામાં આવી હતી.
આ શિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન
મકવાણા, આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસર
શ્રીમતી કાંતાબેન પરમાર, મહાનગરપાલિકાની નગર
સેવિકાઓ, શહેર/જિલ્લાની
મહિલાઓ બહોળી સંખ્યામા હાજર રહી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતુલ રાવલએ
કર્યુ હતુ.