ભાવનગર : વરલ ગામે બિનવારસી હાલતમાં ATM કાર્ડ-ચેકબુકનો જથ્થો મળ્યો, મોટું કૌભાંડ થયું હોવાની આશંકા

New Update
ભાવનગર : વરલ ગામે બિનવારસી હાલતમાં ATM કાર્ડ-ચેકબુકનો જથ્થો મળ્યો, મોટું કૌભાંડ થયું હોવાની આશંકા

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે ICICI બેન્ક દ્વારા ખોલાયેલા જનધન ખાતાના ATM કાર્ડ અને ચેકબુકનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવના પગલે લોકોએ મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી.

મળતી માહિતી અનુસાર, સિહોર તાલુકાના વરલ ગામે બિનવારસી હાલતમાં ફેંકી દેવાયેલો ICICI બેન્કના ATM કાર્ડ અને ચેકબુક સહિતનો જથ્થો મળી આવતા ચકચાર મચી હતી. આ જથ્થામાં અનેક એવા ATM કાર્ડ રઝળતા મળ્યા હતા જેની રાહ ગામના અનેક ગ્રાહકો લાંબા સમયથી જોઈ રહ્યા હતા, ત્યારે આ બનાવના પગલે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જોકે બેન્કના ગ્રાહકોના ATM કાર્ડનો દૂરઉપયોગ કરવામાં આવ્યો હોય અને જેમાં બેન્ક કર્મીઓ પણ સામેલ હોય તેવી લોકોએ આશંકા વ્યક્ત કરી હતી, જ્યારે આ અંગે ICICI બેન્કમાં રજૂઆત કરાતા બેન્કના કર્મચારીઓ ચાલુ દિવસે જ બેન્ક બંધ કરી નાસી છૂટ્યા હતા, ત્યારે બેન્ક કર્મીઓના આવા વલણથી લોકોને બેન્કના ખાતામાં ભારે ગોલમાલ થઈ હોય તેવી આશંકા વર્તાઇ રહી છે.

Latest Stories