ભુજ : ઝુરા કેમ્પમાં રહેતાં સોઢા શરણાર્થીઓ પાસે નથી ઓળખપત્ર, ઓળખપત્ર વિના નથી મળતી નોકરી

New Update
ભુજ : ઝુરા કેમ્પમાં રહેતાં સોઢા શરણાર્થીઓ પાસે નથી ઓળખપત્ર, ઓળખપત્ર વિના નથી મળતી નોકરી

કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજમાં આવેલાં ઝુરા કેમ્પમાં રહેતાં શરણાર્થીઓએ સરકાર પાસે ઓળખપત્રની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, ઓળખપત્ર વિના ન તો તેમને ડ્રાયવિંગ લાયસન્સ મળે છે કે નથી કોઇ નોકરી આપતું. પરિણામે તેમને છુટક મજુરી કરી ગુજરાન ચલાવવું પડે છે......



પાકિસ્તાનથી સોઢા શરણાર્થીઓ 2009ની સાલમાં ગુજરાતના પાટણમાં આવીને વસ્યાં હતાં. જયાંથી 2011માં તેમને ભુજના ઝુરા કેમ્પમાં સ્થળાંતરિત કરાયાં છે. આ કેમ્પમાં રહેતાં શરણાર્થીઓના જણાવ્યા મુજબ તેમને કોઇ પણ સુવિધા કે સવલતો મળતી નથી. તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી. વર્ષ 2018માં તેમણે કલેકટર કચેરી ખાતે અરજી કરી છે પરંતુ અત્યાર સુધી તેઓને નાગરીકત્વ મળ્યું નથી. ભારતીય નાગરિક તરીકેનું ઓળખપત્ર નહિ હોવાથી તેમને ડ્રાયવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો મળતાં નથી કે નથી કોઇ નોકરી આપતું. બેંકમાં ખાતુ પણ ખોલી આપવામાં આવતું નથી. કેન્દ્ર સરકાર સીએએનો કાયદો અમલમાં આવ્યો છે ત્યારે આ શરણાર્થીઓમાં નવી આશાનો સંચાર થયો છે. 1971માં પાકિસ્તાનથી આવેલાં શરણાર્થીઓ ભારતના નાગરિક બની ગયાં છે પણ ત્યારબાદ આવેલાં શરણાર્થીઓ હજી નાગરિકત્વ મળવાનો ઇંતજાર કરી રહયાં છે. નોકરી મળતી નહિ હોવાથી શરણાર્થીઓ છુટક મજુરીકામ કરી હાલ ગુજરાન ચલાવી રહયાં છે....

Latest Stories