મગફળીનાં ગોડાઉનમાં આગનો મામલો, કૃષિ યુનિવર્સિટીએ લીધા 42 સેમ્પલઃ CID દ્વારા તપાસ ચાલુ

મગફળીનાં ગોડાઉનમાં આગનો મામલો, કૃષિ યુનિવર્સિટીએ લીધા 42 સેમ્પલઃ CID દ્વારા તપાસ ચાલુ
New Update

રાજકોટના શાપરમાં સરકારી મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ ચાર દિવસ બાદ કાબુમાં આવી હતી. હવે તેમાં તપાસ માટે અનેક એજન્સીઓએ શાપરમાં ધામા નાંખ્યા છે. આગના મામલે ગુરૂવારે સીઆઇડી ક્રાઇમની ટીમ પહોંચી હતી. તો આજે શૂક્રવારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ શાપર પહોંચી બળેલી મગફળીનાં 42 સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.

publive-image

મગફળીનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના મામલે સીઆઇડી ક્રાઇમની સાથે તપાસમાં અલગ અલગ એજન્સીઓ પણ જોડાય રહી છે. ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આગ અંગેના કારણને લઇને સીઆઇડીના અધિકારીઓએ વિવિધ વિભાગો સાથે મેરેથોન મિટીંગ કરી પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જેમાં તેમણે ચોંકાવનારૂં નિવેદન આપતાં જણાવ્યું હતું કે મગફળીના ગોડાઉનમાં સુરક્ષાની દ્રષ્ટીએ ક્યાં નિયમોનું પાલન કરવું તે સ્પષ્ટ નથી.

મગફળીમાં માટીની ભેળસેળને લઇને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને સાથે રાખીને તપાસ હાથ ધરવાની વાત કરી સીઆઈડી દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે આજે શુક્રવારે કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોની ટીમ શાપર પહોંચી હતી. જેમણે બળી ગયેલી મગફળીનાં અલગ અલગ 42 સેમ્પલ લઈને વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. જેમાં મગફળીની ગુણવત્તા બાબતે પણ તપાસ કરવામાં આવશે.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article