/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-29.jpg)
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ સાથે “મહા” વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં મહા વાવઝોડુ ત્રાટકે તેવી સંભાવના વર્તાઇ રહી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલ તમામ બોટોને મત્સ્ય વિભાગ દ્વારા તાત્કાલીક નજીકના બંદરે પરત ફરવા સુચના આપવામાં આવી છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના 10 જેટલા બંદરો પરથી 3012 બોટો પૈકીની 2900 બોટો દરિયામાં હતી. વાવાઝોડાની આગાહીને પગલે 250 જેટલી બોટ પરત બંદરે ફરી છે, ત્યારે 2700 જેટલી બોટ હજુ દરિયામાં જ છે, આ તમામ બોટને બંદર પર પરત ફરવા મત્સ્ય વિભાગ દ્વારા કડક સુચના અપાઈ છે. તંત્ર દ્વારા ઓખા મત્સ્યદ્યોગ કચેરી ખાતે માછીમારો સાથે અગત્યની બેઠક બોલાવાઇ હતી. તમામ માછીમારી બોટને તાકીદે નજીકના દરિયા કિનારે પરત ફરવા કડક સુચના આપવામાં આવી હતી. ઓખા સહિતના વિસ્તારમાં મહા વાવાઝોડાની અસર જોવા મળતા દરિયામાં પાણીના ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા