મહિલાઓ માટે ઘરનું ઘર અને શિક્ષણ કોંગ્રેસની પ્રાથમિકતા , પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી

New Update
મહિલાઓ માટે ઘરનું ઘર અને શિક્ષણ કોંગ્રેસની પ્રાથમિકતા , પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી

વડોદરામાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પત્રકાર પરિષદ સંબોધી હતી,જેમાં તેઓએ મહિલાઓને ઘરનું ઘર અને શિક્ષણ આપવાની કોંગ્રેસની પ્રાથમિકતા હોવાનું જણાવ્યુ હતુ.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતુ કે અમારા મેનિફેસટોમાં મહિલા સશક્તિકરણની વાત છે.મહિલાઓ ને રોજગાર મળે, મહિલાઓનાં નામે ઘર હોય,બાળકો માટે અને મહિલાઓ માટે શિક્ષણ મફત આપવા ઉપરાંત મહિલાઓને રોજગાર મળે, પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય તેમને લોન ઓછા વ્યાજે આપવાની વાત કરી હતી.

વધુમાં મહિલા સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવા પર પ્રિયંકા ચતુર્વેદીએ ભાર મુક્યો હતો.ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે બેટી બચાવો બેટી પઢાવોમાં નિષ્ફળ રહી છે.

જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ સોનલબહેન પટેલે કહ્યું હતુ કે ભાજપ સરકાર મહિલા શિક્ષણ, આરોગ્ય , અને ઘર આપવામાં નિષ્ફળ રહી પણ અમારી સરકાર બનશે તો આ તમામ વાયદાઓ અમે પૂર્ણ કરીશું.

વધુમાં આ પત્રકાર પરિષદમાં પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Latest Stories