મહેસાણા ખાતે 69માં પ્રજાસત્તાક દિન પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

New Update
મહેસાણા ખાતે 69માં પ્રજાસત્તાક દિન પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

26મી જાન્યુઆરી એટલે કે 69માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ અલગ અલગ શહેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. મહેસાણા ખાતે રાજ્યકક્ષાનાં ગણતંત્ર દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ મહેસાણા ખાતે ધ્વજ ફરકાવીને પ્રજાસત્તાક પર્વની ઊજવણી કરી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

રાજ્યપાલ ઓ પી કોહલીએ પરેડ કરતા જવાનોની સલામી ઝીલીને અભિવાદન કર્યુ હતુ. અને સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories