/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/1-10.jpg)
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં લાગેલા હજારો ખૂંટા દુર ન થતા શુક્રવારે બપોરે મહિલા માછીમારો સહિત ૨૦૦ થી વધુ માછીમારોએ ભરૂચ ક્લેકટરાલય પટાંગણમાં પડાવ નાંખ્યો હતો. નર્મદા હમારી માતા હે, ખૂંટા હમારા કાંટા હે ના નાદ સાથે બે કલાક સુધી ૫૦ ફુટ લાંબા ખૂંટા બનાવી સમગ્ર કલેકટરાલયને ખૂંટાના આડશથી કેદ કરી લીધુ હતું. દરમિયાન ૪૦ જેટલા પોલીસનો કાફલો આવી જવા સાથે માછીમારો સાથે સમજાવટ છતાં તેઓ ના માનતા વરસતા વરસાદમાં પણ માછીમારોનો ખૂંટા હટાવવાનો વિરોધ યથાવત રહ્યો હતો. અંતે કલેકટરે ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.
નર્મદા નદીમાં ઝનોરથી લઈ ભાડભૂત સુધી ૬૦ કીલોમીટરમાં નંખાયેલા હજારો ખૂંટા દુર કરવા તંત્રને રજુઆતો કરવા સાથે વખતોવખત આવેદનપત્ર પાઠવ્યું હતું. અનેક રજુઆતો અને માંગણી છતાં ખૂંટા દુર નહીં થતા માછીમારો દ્વારા બે દિવસ પહેલા જ ભૂવા ગામ પાસે ખૂંટા લઈ માર્ગ પર ઉતરી બે ક્લાક સુધી ભરૂચ- દહેજનો વાહન વ્યવહાર થંભાવી દેવાયો હતો. જેમાં પોલીસે ખૂંય હટાવવાની કામગીરી તો કરી હતી. પરંતુ ફરીથી ખૂંટા લાગી જતા. શુક્રવારે માછીમારોનો રોષ ચરમસિમાએ પહોંચ્યો હતો. બપોરે માછીમારોએ કલેકટર સંકુલમાં પડાવ નાંખવાનું શરૂ કર્યું હતું. કલેકટરાલયના પગથિયા પર મહિલાઓ સહિત ૨૦૦ થી વધુ માછીમારોએ બેઠક જમાવી ખૂંટા હટાવવા સુત્રોચ્ચાર અને ધુનની શરૂઆત કરતા પોલીસ કાફલો પણ ક્લેકટર કચેરી ખાતે દોડી આવ્યો હતો.
માછીમારોએ આટેલે થી નહીં અટકી ૮ થી ૧૦ વાંસ ઉપર જાળી બાંધી બનાવેલ ૫૦ થી ૬૦ મીટર લાંબા ખૂંટાને લાવી આખા કલેકટરાલયને ખૂંટામાં કેદ કરી દીધુ હતું. દરમિયાન ભારે વરસાદ શરૂ થઈ જવા છતા માછીમારો કલેકટરાલય ખાતેથી હટયા ન હતા અને રાતનું જમણ પણ કલેકટરાલયમાં જ બનાવવાનો એક તબકે સૂર વ્યકત કર્યો હતો. પોલીસની લાંબી સમજાવટ બાદ માછીમારોએ કલેકટરને મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જો કે કલેકટર રવિકુમાર અરોરાએ તમામ ખૂંટા દૂર કરવાતી ખાત્રી આપતા તેમજ પોલીસને ખૂંટા ના હટાવે તે વ્યકિતની અટક કરી તેને તડીપાર કરવાની સૂચના આપતા માછીમારોએ અંતે કલેક્ટરાલયને ખૂંટામાંથી મુક્ત કરી પોતાનુ આંદોલન સમેટી લીધું હતું.
૨૦૦૩ ના કોશરીસા એક્ટને લઈ ગેરસમજ
નદીમાં યાંત્રિક બોટ અને હિલ્સાની માછીમારી પર પ્રતિબધ મુકાયો હતો. જો કે માછીમારો હાઈકોર્ટમાં જતા શૈકાઓથી થતી માછીમારીમાં ખુંટાવાળા માછીમારોએ કરેલી પીટીશન કોર્ટેમાન્ય રાખી ન હતી. નર્મદા નદીમાં ખૂટા મારી થતી માછીમારી સામે વર્ષ ર૦૦૦ થી જિલ્લાના માછીમારો લડત આપી રહ્યા છે. ૧૧ ઓગષ્ટ ૨૦૦૧માં હાઈકોર્ટે જિલ્લાના માછીમારો તરફે ચુકાદો આપ્યો હતો. જેમાં માછીમારોએ જણાવ્યું હતું કે, તેઓના વડવાઓ શૈકાઓથી નદીમાં હિલ્સા માછલી પકડી આજીવીકા રળી રહ્યા છે. જે બાદ વર્ષ ૨૦૦૩માં રાજયમાં ફીશરીસ એકટ લાગુ કરાયો હતો.
ખૂંટા લગાવનારને તડીપાર કરવા પોલીસને સૂચના અપાઇ છે : કલેકટર
નર્મદા નદીમાં કેટલાક માછીમારો દ્વારા ખુંટા લગાવી દેવામાં આવ્યા હતા. શુકવારે માછીમારોની રજુઆત અને આવેદન અંગે ખૂંટા દુર કરી દેવાશે તેવી ખાત્રી અપાઈ છે. પોલીસને ખુંટા દુર કરવા તેમજ આ તત્વોની અટક કરી ખુંટા ન હટાવે તો તડીપાર કરવા સુચના આપી દેવાઈ છેનું રવિકુમાર અરોરા, જિલ્લા ક્લેકટરે જણાવ્યું હતું.
માછીમારોએ દહેજ પોલીસનો હુરિયો બોલાવ્યો
નર્મદા નદીમાંથી ખુંટા હટાવવાની માંગ સાથે મહિલા માછીમારોએ “નર્મદા મૈયા હમારી માતા હે. ખૂંટા હમારા કાંટા હે”, “જીઓ ઔર જીને દો”, “નર્મદા કો બેહને દો” ના નારા સાથે હમારા હક્ક માંગતે હે ભીખ નહીં માંગતે સહિતના સુત્રોચ્ચારો કરી વિવિધ ધુન બોલાવવા સાથે ખુંટા મુદ્દે દહેજ પોલીસનો પણ હુરિયો બોલાવ્યો હતો.
૨૦ વર્ષથી નર્મદા નદીમાં ખૂંટા મદદે ચાલતો સંઘર્ષ
વર્ષ ર૦૦૦ થી નમંદા નદીમાં ખુંટા અગે દર વરસે ચોમાસા પહેલા માછીમારો તંત્રને આવેદનપત્ર પાઠવતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચોમાસાની સીઝન દરમિયાન નર્મદા નદીમાં ખૂંટા મારી માછીમાર પર પ્રતિબંધ મુક્તું જાહેરનામું બહાર પાડવામાં આવતું હતું. જો કે છેલ્લા બે વર્ષથી માછીમારોમા પડેલા ફોટાને લઈ તત્રને રજુઆત નહીં કરાતા ખુંટા પર પ્રતિબંધનું જાહેરનામુ બહાર પડતું નથી.