New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/21095205/4-3.jpg)
થાણેના ભિવંડીમાં ગઈકાલના રવિવારના રોજ મોડી રાત્રે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં 10 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની શક્યતા છે. સ્થાનિકોએ 20 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. કાટમાળમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવ્યું છે.
આ દુર્ઘટના ગઈ કાલે મધરાતે 3.40 વાગ્યે બની હતી. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળી પડી ગઈ હતી. આ બિલ્ડિંગમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બિલ્ડિંગ વર્ષ 1984માં બની હતી. ભિવંડીના મ્યુનિસિપલ કમિશનરના PROએ આઠ લોકોનાં મોતને સમર્થન આપ્યું છે.
Latest Stories