મુખ્યમંત્રી બન્યા કોમનમેન, જાતે ચલાવ્યું જેસીબી

New Update
મુખ્યમંત્રી બન્યા કોમનમેન, જાતે ચલાવ્યું જેસીબી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા કોસમડી ગામે થી મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય યોજના નો પ્રારંભ કરાવવા માટે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ જાતે જ જેસીબી ચલાવી શ્રમદાન કર્યુ હતું અને કોમનમેન બની રાજ્ય વ્યાપી અભિયાનમાં સૌ કોઈને જોડાવા માટે સામાન્ય માનવીની ભૂમિકા અદા કરી હતી.

સુજલામ સુફલામ જળસંચય અભિયાન આજથી શરૂ થઈ 31 મે સુધી ચાલુ રહેશે। જેમાં પાણીના સ્રોત ને ઉભા કરવા માટે નદી અને તળાવો ને ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આગામી ચોમાસાની સીઝનમાં પાણીનો સારી પેઠે સંગ્રહ કરી શકાય અને આવનારા વર્ષોમાં ગુજરાતમાં ઉભી થતી પાણીની તંગીને પહોંચી વળવા માટે સુચારૂ આયોજન કરી શકાય તે હેતુથી સરકારે આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.

Latest Stories