મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંથી કરાવશે જળસંચય અભિયાનની શરૂઆત, તૈયારીઓ પૂર્ણ

New Update
મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંથી કરાવશે જળસંચય અભિયાનની શરૂઆત, તૈયારીઓ પૂર્ણ

અંકલેશ્વરનાં કોસમડી તળાવ ખાતેથી મુખ્યમંત્રી રાજ્યભરનાં અભિયાનનો પ્રારંભ કરાવશેpublive-image

ગુજરાતના 58માં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચ જિલ્લામાં આજથી શરૂ થઈ ચૂકી છે. ચાર દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિવિધ સ્થળોએ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં પીવાનાં અને સિંચાઈનાં પાણીની સમસ્યા સામે આવી છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિવસથી જળ સંચય અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

publive-image

અંકલેશ્વર ખાતે આવેલાં કોસમડી ગામનાં તળાવેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જળસંચય યોજનાની શરૂઆથ કરવામાં આવશે. આગામી 1 મેના રોજ મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લાના આંગણે આવેલા આ અવસરને સુપેરે પાર પાડવા માટે તંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

publive-image

મુખ્યમંત્રી જ્યાં આવવાના છે તે કોસમડી તળાવ ખાતે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. અને મહેમાનો તેમજ જનમેદની માટે ખાસ બેઠક વ્યવસ્થા અને એલઈડી સ્કિનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Latest Stories