મોબાઈલ સીમ કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી

New Update
મોબાઈલ સીમ કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી

કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વના ક્ષેત્રોમાં આધાર કાર્ડને અનિવાર્ય બનાવી દીધુ છે, અને હવે મોબાઈલ સીમ કાર્ડ મેળવવા માટે પણ આધાર ફરજીયાત કરવામાં આવ્યુ છે.

ટ્રાઈ દ્વારા મોબાઈલ સીમ કાર્ડ ઇશ્યુ કરવા માટે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યો છે, જેના થી ખોટા નામે ઈશ્યુ થતા મોબાઈલ નંબરોને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત સીમ કાર્ડની સાથે બ્રોડબેન્ડ,અને ફિક્સ લાઈન ફોન માટે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.વધુમાં થોડા સમય અગાઉ જ તમામ સીમ કાર્ડને આધાર કાર્ડના નંબર સાથે લિંક કરવાની જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે આવનાર સમયમાં આધાર નંબર નહિ હોય તો તેવા મોબાઈલ યૂઝર્સોના ફોન પણ બંધ થવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

Latest Stories