રહિયાદ સ્થિત જીએનએફસી કંપનીથી સુરત હજીરા જતા ૩૬ મેટ્રીક ટન ૯૨ લાખનો કેમીકલ જથ્થો ગાયબ

રહિયાદ સ્થિત જીએનએફસી કંપનીથી સુરત હજીરા જતા ૩૬ મેટ્રીક ટન ૯૨ લાખનો કેમીકલ જથ્થો ગાયબ
New Update

વાગરા તાલુકાના રહિયાદ સ્થિત જીએનએફસી કંપનીનો ટીડીઆઈ પલાન્ટ આવેલો છે.જીએનએફસી કંપનીમાંથી ટીડીઆઈ કેમીકલ સુરતના હજીરા ખાતે કન્ટેનર મારફતે રવાના કરાયુ હતુ.જેમાંથી ૯૨ લાખનું કેમીકલ સગેવગે કરાતા દહેજ પોલીસ મથકે કંપનીના માર્કેટીંગ મેનેજરે બે કન્ટેનર ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

publive-image

વાગરાના રહીયાદ ગામની હદમાં જીએનએફસી કંપનીનો ટીડીઆઈ પ્લાન્ટ આવેલો છે.કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી જમીન વિહોણા ખેડૂતોની નોકરી ન આપવા બાબતે સતત વિવાદમાં રહી છે.કંપનીમાં ટીડીઆઈ નામનું કેમીકલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.ટીડીઆઈ કેમીકલ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.કંપનીમાંથી તા.૧૩/૩/૧૮ થી ૨૪/૪/૧૮ દરમિયાન ત્રણ કન્ટેનર મારફતે સુરતના હજીરા ખાતે કેમિકલ મોકલવામાં આવ્યુ હતુ. જેમાંથી ૩૬ ટન ટીડીઆઈ કેમીકલનો જથ્થો કિંમત રૂપિયા 9236000/- ને બારોબાર સગેવગે થયા અંગેની કંપનીના માર્કેટીંગ મેનેજર કેતનકુમાર જશવંતલાલ ચાંપાનેરીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ટ્રક નં. (જી.જે-૧૨-ઝેડ ૦૫૯૭ ના ચાલક સુરેન્દ્રકુમાર ગૌતમ (રહે, અળાલીયા,મારીયાદ, જેનપુર (યુ.પી),ટ્રક નંબર (જીજે- ૬- ટીટી ૯૦૭૪ નો ચાલક રમણ રહે ગુરુદાસપુર અને કંપની એજન્સીના કર્મચારીઓ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ જે.એન. ઝાલા કરી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે એક મહિનાથી વધુ સમય થવા છતાં કંપની સત્તાધીશોએ કેમ મોડી ફરિયાદ દાખલ કરી એ તપાસ માંગી લે એમ છે.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article