/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-175.jpg)
રાજકોટ ખાતે તારીખ 27મી જાન્યુઆરી થી 24માં ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરનાં પોલીસ હેડ ક્વોર્ટર ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન રાજ્યનાં ડીજીપી પ્રમોદ કુમારનાં હસ્તે કરવામાં આવ્યું હતુ. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્ય પોલીસની જુદી જુદી 20 ટીમો ભાગ લેનાર છે.
આ પ્રસંગે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટની ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાઈ હતી અને ટુર્નામેન્ટનાં પ્રારંભે ડીજીપી પ્રમોદ કુમારને અનુપમસિંહ ગહેલોત તથા રાજકોટ પોલીસ અધિકારીઓનાં હસ્તે કઠિયાવાડી પરમપરા મુજબ તલવાર અને સિંહની પ્રતિકૃતિ ભેટ રૂપે આપવામાં આવી હતી. તો સાથો સાથ ટુર્નામેન્ટ નાં પ્રારંભ સમારોહમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતા. જેમાં સુપ્રસિદ્ધ સીદી બાદશાહનું પ્રખ્યાત નૃત્ય કલાકારોએ પ્રદર્શીત કર્યુ હતુ.