રાજકોટ જિલ્લાના 2142 મતદાન મથકોને જીયો ટેગ કરાયા : કલેકટર ડો.વિક્રાંત પાંડે

New Update
રાજકોટ જિલ્લાના 2142 મતદાન મથકોને જીયો ટેગ કરાયા : કલેકટર ડો.વિક્રાંત પાંડે

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભારત નિર્વાચન આયોગ દ્વારા ડિજીટલ ઈલેકશન થઈ શકે તે માટે અત્યારથી જ કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યુ હતુ કે ડીજીટલ મેપીંગના મારફતે રાજકોટ જિલ્લાના 2142 મતદાન મથકોને જીયો ટેગ કરાયા છે. તેમજ મતદાનના દિવસે તમામ મતદાન મથકો પર થનાર મતદાનના તમામ આંકડાઓ ડિજીટલાઈઝેશનના માધ્યમથી મળી શકે તે હેતુ થી તમામ મતદાન મથકોને ટેગ કરવામાં આવ્યા છે.

મતદારો પણ નિર્વાચન આયોગની સાઈટસ પર જઈ પોતાનુ રાજ્ય તેમજ જિલ્લા અને ત્યારબાદ જે તે વિધાનસભા નંબર પર ક્લિક કરી પોતાનુ મતદાન મથક કઈ જગ્યાએ આવેલુ છે તે પણ જાણી શકશે. અને ડિજીટલ મેપીંગ થી પારદર્શીતા પણ આવશે તેવુ કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યુ હતુ.

Latest Stories