New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/5-8.jpg)
એક તરફ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. બિજી તરફ રાજકોટમા તસ્કરો બેફામ બની રહ્યા હોઈ તેવુ લાગી રહ્યુ છે. રાજકોટના આમ્રપાલી ફાટક પાસે આવેલ શ્રીમદ્દ પાર્ક મેઈન રોડ પર આવેલ ઘરમા તસ્કરોએ ચોરી કર્યાની ઘટના સામે આવી છે.
મંગળવાર રાત્રે તસ્કરો આસોપાલવ નામના બંધ મકાનમા ઘુસી 400 ગ્રામ સોના અને રોકડ રકમ સહિત 13લાખથી પણ વધુના મુદ્દામાલની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમા ઘરમા રહેલ સીસીટીવી ફુટેજ પોલીસ ન મેળવી શકે તે માટે તસ્કરોએ ડિવીઆર અને સીસીટીવીનુ કનેકશન પહેલે થી જ કાઢી નાખ્યુ હતુ. આમ, પોલીસને શંકા છે કે ઘટનાને અંજામ આપનાર કોઈક જાણ ભેદુ હોઈ શકે છે. જેના કારણે પોલીસે હાલ એફ.એસ.એલ અને ડોગ સ્કોડની મદદ લઈ તપાસ હાથ ધરી છે
Latest Stories