રાજકોટ : દીવાળી નિમિત્તે મુખ્યમંત્રીની હાજરીમાં આતશબાજી કરાઇ

New Update
રાજકોટ : દીવાળી નિમિત્તે મુખ્યમંત્રીની હાજરીમાં આતશબાજી કરાઇ

રાજકોટમાં  દીવાળી નિમિત્તે મુખ્યમંત્રીની હાજરીમાં

માધવરાવ સિંધિંયા સ્ટેડીયમ ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પુર્વ

સીએમના નિધનના કારણે દર વર્ષે ધનતેરસના દિવસે  યોજાતો કાર્યક્રમ કાળીચૌદશના દિવસે

યોજાયો હતો. 

દર વર્ષે

દિવાળીના તહેવાર નિમિત્તે ધનતેરસના દિવસે આતશબાજી કરવામાં આવે છે. પરંતુ ગઇકાલે

પૂર્વ મુખ્યપ્રધાનનું નિધન થતાં કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જેથી

કાળીચૌદસ ના દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

હતો. રાજકોટ મનપા દ્વારા માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

એ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. જે તકે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના

અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આકાશમાં રંગબેરંગી ફટાકડાઓ ના કારણે આકાશમાં પણ

રંગોળી કરવામાં આવી હોય તેમ લાગતું હતું. મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ આતશબાજીને

જોવા માટે ઉમટી પડયાં હતાં. 

Latest Stories