રાજકોટ પોલીસ હેડ કવાટર્સ ખાતે કમિશનર અનુપમસિંહ ગહેલોતે રાષ્ટ્રધ્વજને આપી સલામી

New Update
રાજકોટ પોલીસ હેડ કવાટર્સ ખાતે કમિશનર અનુપમસિંહ ગહેલોતે રાષ્ટ્રધ્વજને આપી સલામી

રાજકોટ શહેરનાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 69માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટનાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનાં હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનાં ગાન સાથે વાતાવરણ દેશભક્તિનાં રંગમાં રંગાઇ ગયુ હતુ.

પોલીસ, હોમગાર્ડઝ અને એસઆરપીનાં જવાનો દ્વારા તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે તિરંગાને ફરકાવતાની સાથે જ પોલીસ જવાનો દ્વારા બેન્ડ મારફત અદ્દભુત રાષ્ટ્રગીતની ધૂન વગાડી લોકોને દેશભક્તિમાં રંગી દીધા હતા.

આજના દિવસે રાજકોટ પોલીસ દ્વારા બે સંકલ્પ કરવામાં આવ્યા હતા. એક લોકો સાથે વાણી વ્યવહાર સારો રાખવા અને બીજો માર્ગ અકસ્માત અટકાવવા પ્રથમ પોલીસ હેલ્મેટ પહેરશે અને બાદમાં લોકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કરશે.

Latest Stories