રાજકોટ મતદાન જાગૃતિનાં કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યુ સ્થાન

New Update
રાજકોટ મતદાન જાગૃતિનાં કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યુ સ્થાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે અને તેમની ટીમ દ્વારા મતદાન જાગૃતિનાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

publive-image

જેમાં પેરાગ્લાઇડિંગ થી મતદાન જાગૃતિનો કાર્યક્રમ હોય કે પછી શતાયુ મતદાતાનાં સન્માનનો કાર્યક્રમ ઉપરાંત 4 નવેમ્બરનાં રોજ રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટી-20 મેચ રમાઈ હતી.

આ મેચ શરૂ થાય તે પહેલા રાજકોટ કલેકટર તંત્ર દ્વારા તમામ પ્રેક્ષકો પાસે મતદાન જાગૃતિ માટે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. અને જિલ્લા વહીવટી તંત્રની આ મહેનત રંગ લાવી છે.

publive-imageઆ કાર્યક્રમને વર્લડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા જિલ્લા કલેકટરે રાજકોટવાસીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories