રાજકોટ : મહિલા બુટલેગર અને તેના ભત્રીજાના ત્રાસ થી કંટાળી પરિવારે ઉચ્ચારી સામુહિક આપઘાતની ચીમકી, પોલીસે આરોપીની કરી ધરપકડ

New Update
રાજકોટ : મહિલા બુટલેગર અને તેના ભત્રીજાના ત્રાસ થી કંટાળી પરિવારે ઉચ્ચારી સામુહિક આપઘાતની ચીમકી, પોલીસે આરોપીની કરી ધરપકડ

રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમાં રહેતા એક આધેડે પરિવારજનો સાથે સામૂહિક આપઘાતની ચીમકી આપતો વીડિયો વાઇરલ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મહિલા બૂટલેગરના ત્રાસથી પોલીસે મુક્ત નહીં કરાવતા ચીમકી આપી હતી, જોકે પોલીસે ચીમકી બાદ કાર્યવાહી કરતાં આધેડે ચીમકી પાછી ખેંચી લીધી હતી. હાલ પોલીસે મહિલા બુટલેગરના સાગરીતને ઝડપી પાડી મહિલા બુટલેગરને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment W3.CSS

ઉલ્લેખનિય છે કે , થોરાળા વિસ્તારમાં રહેતા ભરતભાઇ હકુભાઇ અગેચણિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કર્યો હતો. વીડિયોમાં ભરતભાઇ, તેમના પત્ની, પુત્રી અને પુત્ર સહિત ચાર સભ્યો દેખાતા હતા. ભરતભાઇએ વીડિયોમાં જણાવ્યું હતું કે, તેમના ઘર નજીક રહેતી કંચન અશોક ગોહેલ નામની મહિલા દારૂનું વેચાણ કરે છે અને ભરતભાઇના ઘરના ડેલાની બહાર ઊભા રહી દારૂની કોથળીઓ વેચે છે અને દારૂની કોથળીના ઘરમાં ઘા પણ કરે છે. તેમજ ધમકી આપી મકાન ખાલી કરી જતા રહેવા પણ દબાણ કરે છે.