/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/2-17.jpg)
રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. લૂંટ મામલે વિવાદિત યુવતી નેહા પિત્રોડા અને કમલેશ રામાણી ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે.
સમગ્ર બનાવ અંગે વાત કરીએ તો ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આઠ દિવસ પહેલા એક એપાર્ટમેન્ટમાં બે શખ્સોએ વૃદ્ધાના સોનાના ચેન સહિતની મતાની લૂંટ ચલાવી હતી. જે મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરતાં વધુ એક ખુલાસો થવા પામ્યો છે.
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું છે કે તેમને વિવાદિત બિલ્ડર કમલેશ રામાણી દ્વારા હાઇર કરવામાં આવ્યા હતાં. નેહા પિત્રોડાનો ચહેરો બગાડવા તેમને 1લાખ 35 હજાર આપવાનો વાયદો કમલેશ દ્વારા કરવામાં આવ્યો હતો. 1 લાખ 35 હજાર પૈકી 35 હજાર એડવાન્સ પેટે આપ્યા હતા તો બાકીના 1 લાખ રૂપિયા કામ થયા બાદ આપવાની વાત કરવામાં આવી હતી. પોલીસે પકડી પાડેલ સખશો નેહાનુ મોઢું બગાડવા ગયા હતા. પરંતુ એ સમયે નેહા ત્યાં હાજર ન હોઈ અને વૃદ્ધા ને લૂંટી લેવાનો પ્લાન બનાવી તેને અંજામ પણ આપ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે આરોપીઓના કોલ ડિટેલ્સ કઢાવી વધુ તપાસ હાથ ધરી છે.