/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/27211511/Final-Logo-3-e1574869557813.png)
ધ ગ્રાન્ડ ઠાકર, ભાભા અને પ્લેટિનમ સહિતની હોટલમાં કરાઈ કાર્યવાહી
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો આરોગ્ય જોખમાય નહિ તે માટે અવારનવાર હોટેલ રેસ્ટોરન્ટ ની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે આજરોજ પણ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરની નામાંકિત હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન ધ ગ્રાન્ડ ઠાકર હોટલ પ્લેટિનમ હોટેલ ભાભા અને હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટ સહિત ચાર હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ અંતર્ગત ચારેય હોટલમાંથી કુલ ૬૫ કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. જેનો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે ધ ગ્રાન્ડ ઠાકર હોટલ માંથી પ્રતિબંધિત કલર અને આજીનો મોટો મળી આવ્યો હતો. તો હોટેલ પ્લેટિનમમાં ચેકિંગ કરતા કિચનમાં કામ કરનાર સ્ટાફની વ્યક્તિગત આરોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા તેમજ ફ્રીજમાં બિનજરૂરી સંગ્રહ કરેલ પડતર ખાદ્ય ચીજોનો નાશ માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જ્યારે હોટેલ ભાભામાં ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જેને પરીક્ષણ માટે વડોદરા સરકારી લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.