રાજકોટમા સ્વાઈનફલુનો કહેર યથાવત કુલ મૃત્યુ આંક 91 પર પહોચ્યો

New Update
રાજકોટમા સ્વાઈનફલુનો કહેર યથાવત કુલ મૃત્યુ આંક 91 પર પહોચ્યો

ઉનાળાના પ્રાંરભે જ રોગચાળાએ જાણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા માથુ ઉચક્યુ હોઈ તેવુ લાગી રહ્યુ છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમા સ્વાઈન ફલુના કારણે વધુ એક દર્દીનુ મોત નિપજ્યુ છે.

છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામા આવે તો સ્વાઈનફલુના કારણે રાજકોટમા 91 દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે હાલ સ્વાઈનફલુના 18 દર્દીઓ સારવાર હેઠળ છે. તો બિજી તરફ રાજકોટ મનપાના આરોગય વિભાગના ચોપડે જુદા જુદા રોગના કેસમા પણ વધારો જોવા મળી રહ્યો છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા રાજકોટ મનપાના નાયબ આરોગય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યુ હતુ કે છેલ્લા એક સપ્તાહમા સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ ૨૩૯, મરડાનાં કેસ ૫, ઝાડા-ઉલટી ના કેસ ૮૯, કમળાના કેસ ૨, ટાઈફોઈડ તાવના કેસ ૨, અન્ય તાવના કેસ ૩૭ જ્યારે સીઝનલ ફ્લુનો ૧ કેસ નોંધાવવા પામ્યો છે.

Latest Stories