New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/529b7e95-c4a0-4231-b502-c41414a87c57.jpg)
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે, ત્યારે તારીખ 7મીનાં રોજ તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા.અને શહેરનાં હેમુ ગઢવી હોલ ખાતે તેઓએ જિલ્લાની આઠ બેઠકો અંગે તાગ મેળવ્યો હતો. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.
જ્યારે શહેર અને જિલ્લાનાં શક્તિ કેન્દ્રોનાં આગેવાનો સાથે પણ અમિત શાહે બેઠક કરી હતી. આ બેઠકમાં સંભવિત બુથ ઈન્ચાર્જ પણ હાજર રહ્યા હતા.
અમિત શાહે આ તબક્કે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથેની વાતચીતમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઈ જોમ પૂર્યો હતો. તો સાથો સાથ રાજકોટની 8 બેઠકો પર કમળ ખીલે તે પ્રકારની કામગીરી કરવાનું પણ જણાવ્યુ હતુ./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/703dbd37-526d-4cc0-a22c-6545e767d018-1024x768.jpg)
Latest Stories