રાજકોટમાં ડો.સામ પિત્રોડાએ ભાજપ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર

New Update
રાજકોટમાં ડો.સામ પિત્રોડાએ ભાજપ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અર્થે કોંગ્રેસ માંથી ડો.સામ પિત્રોડા રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.

પત્રકાર પરિષદમાં ડો.સામ પિત્રોડાએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં મહિલાઓની વ્યથા સાંભળીયે તો આંખમાં આંસુ આવી જાય છે. ગુજરાતની સ્ટ્રેટેજી ટોપ ટુ ડાઉન છે. અને શિક્ષણ વેપાર બની ગયો છે.

વધુમાં ડો.સામ પિત્રોડાએ ભાજપ સરકાર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો બની રહે છે,પરંતુ સરકારી હોસ્પિટલો અને તેની અંદર સગવડતાઓ નો અભાવ જોવા મળે છે.જ્યારે ગુજરાતમાં રોજગારી અને પગાર બંનેનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યુ છે. ખેડૂતોને પૂરતું આર્થિક વળતર મળતુ નહોવાનો ઉલ્લેખ પણ તેઓએ કર્યો હતો.

ડો.સામ પિત્રોડા પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આઈટી ક્ષેત્ર નાશ પામ્યુ છે.આઇ ટીનો વિકાસ બેંગલોરમાં થઇ રહ્યો છે. લોકશાહીનું અપહરણ કરવામાં આવી રહ્યુ છે અને સોશિયલ મીડિયાનો પણ દુરુ ઉપયોગ કરવામાં આવી રહયો હોવાનું પણ જણાવ્યુ હતુ.

ડો.પિત્રોડાએ ડિજિટલ ઇન્ડિયાનું કામ ડો.મનમોહન સિંઘની સરકાર થી ચાલતુ હતુ,મનમોહન સિંઘની સરકારમાં અમે આધાર કાર્ડ લિંક અપ કરવાનું કામ શરુ કર્યું હતુ. તો સાથો સાથ ગ્રામપંચાયતને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવાનું કામ પણ યુપીએ સરકારે શરૂ કર્યુ હોવાનો જણાવીને ભાજપ સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે અમારુ કામ બીજ વાવવાનું છે ફ્રૂટ બીજા ખાઈ તે જોવાનું કામ અમારું નથી.

વધુમાં પત્રકાર પરિષદમાં ડો. સામ પિત્રોડાએ રાજકોટમાં ગાંધીજી જે સ્કુલમાં ભણ્યા હતા તે બંધ ના થવી જોઈએ અને આપણે મ્યુઝિયમ બનાવી વેસ્ટર્ન કલ્ચરને શીખવવા કરતા ગાંધીજી જે સ્કુલમાં ભણ્યા હતા, તેને દેશની સર્વોચ્ચ સ્કુલ બનાવવી જોઈએ તેમ જણાવ્યુ હતુ.

Latest Stories