New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/maxresdefault-8.jpg)
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સતત બીજા વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ફલાવર શોનાં ઉદ્દઘાટન પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા.
આ ફ્લોવર શોમાં 1000 થી વધુ વિવિધ ફૂલના છોડ મુકવામાં આવ્યા છે. જયારે ફૂલોથી સજાવેલા અનેક સ્ટેચ્યુ પણ મુકવામાં આવ્યા છે. જેને નિહાળવા માટે રાજકોટનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
ફલાવર શો આગામી ચાર તારીખ સુધી ચાલશે. ફ્લાવર શોમાં રાજકોટની જનતાને અનેક પ્રકારના પુષ્પો, છોડ અને અનેક નવા ફ્લાવર થી સજાવેલા સ્ટેચ્યુ નિહાળવા મળશે.
મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટમાં કલરફુલ ફ્લાવર શોનાં આયોજન બદલ રાજકોટને અભિનંદન પાઠવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં લોકો ફલાવર શો નિહાળવા આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
Latest Stories