New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-55.jpg)
રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા સતત ત્રીજા વર્ષે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષે મેરેથોન દોડ તારીખ 18 ફેબ્રુઆરીનાં રોજ યોજવામાં આવશે.
આ માટે મહાપાલિકા દ્વારા મેરેથોન દોડમાં રજીસ્ટ્રેશન પણ શરુ કરવામાં આવ્યુ છે. તેમજ આગામી તારીખ 10 ફેબ્રુઆરી સુધીમાં નોંધણી કરાવી શકાશે.
રાજકોટમાં જુદી જુદી કેટેગરીમાં મેરેથોન યોજાશે. જેમાં 42 કિમીનો ફૂલ મેરેથોન, 15 કિમીની હાફ મેરેથોન, ફન મેરેથોન તેમજ વિકલાંગો માટેની ખાસ દોડ યોજવામાં આવશે. તો સાથો વિજેતાઓને ઇનામો પણ આપવામાં આવશે.
મેરેથોન દોડને લઈ પોલીસ વિભાગે પણ તૈયારીઓ શરુ કરી છે. મેરેથોનમાં ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે વિવિધ પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ ફરજ ઉપર રહેશે. તો સીસીટીવી કેમેરા દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે.
Latest Stories