/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/8c4e4cd3-4af8-4a81-b281-dd6274ee75cd.jpg)
છેલ્લા ચાર દિવસથી સરકાર સામે દર્શાવી રહ્યા છે વિરોધ, શિક્ષણ સહયકોને નથી મળ્યા લાભ
રાજકોટમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે આવેલા શિક્ષકોએ તેમની રજૂઆતોને લઈને કાળી પટ્ટી ધારણ કરી હતી. હાઈસ્કૂલનાં શિક્ષકો છેલ્લા ચાર દિવસથી પડતર માંગણીઓને લઈને સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. જેનો દોર આજે ચાલુ જ રાખ્યો હતો. રાજકોટ શહેર ની 40 અને જિલ્લા ની 400 શાળા ના શિક્ષકો વિરોધમાં જોડાયા હતા.
આજે વિશ્વ યોગ દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ શાળા-કોલેજો અને સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળોએ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. શાળાનાં વિદ્યાર્થીઓ- શિક્ષકો, સ્વૈચ્છિક સંસ્થાનાં કાર્યકરો, આમ નાગરીકો સૌ યોગઅભ્યાસ કરતા નજરે પડ્યા હતા. ત્યારે માધ્યમિક શાળાનાં શિક્ષકો દ્વારા અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે વર્ષ 2017 ફેબ્રુઆરીથી રાજ્યના તમામ ફિક્સ પગારના સહાયકોને પગાર વધારો આપવાનો ઠરાવ કર્યો હતો. ત્યારે ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષણ સહાયકોને પગાર વધારો આપવામાં ન આવ્યો હોવાથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
છેલ્લા ચાર દિવસથી આવા શિક્ષકો સરકાર સામે પોતાની માંગણીઓ સ્વીકારવાની રજૂઆત સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. રાજકોટ શહેરમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણી પ્રસંગે શહેરની 40 અને જિલ્લાની 400 શાળાના શિક્ષકો પણ વિરોધમાં જોડાયા હતા.