/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/aasds.jpg)
સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટની પણ મંત્રીશ્રીએ લીધેલી મુલાકાત : દરદીઓના પુછયા ખબર અંતર
ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે આજે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન જિલ્લામાં સ્તનપાન સ્પ્તાહની થઇ રહેલી ઉજવણીના ઉપલક્ષમાં આજે રાજપીપલાની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે કાંગારુ મધર કેર કેન્દ્રની વિસ્તૃતિકરણ સુવિધાને ખૂલ્લી મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે કિલોથી ઓછુ વજન ધરાવતા નવજાત શિશુની માતાને કાંગારૂ મધર કેર સેન્ટરમાં માતાની હુંફ મળી રહે તે રીતે સારવાર આપવામાં આવે છે. મંત્રીની આ મુલાકાત દરમિયાન સાત મહિલા દર્દીઓ સારવાર હેઠળ હોવાની વિગતોથી સિવિલ સર્જન ડૉ. જ્યોતી ગુપ્તાએ મંત્રીને અવગત કર્યાં હતાં.
આ પ્રસંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલે હોસ્પિટલમાં સ્પેશીયલ ન્યુ બોર્ન કેરની પણ મુલાકાત લીધી હતી અને સારવાર હેઠળના બાળકોની વિગતોની જાણકારી મેળવી હતી. આ યુનિટમાં ૧૦ જેટલા બાળકો સારવાર હેઠળ હોવાનું વિગતોથી ડૉ. જ્યોતિ ગુપ્તાએ મંત્રીને વાકેફ કર્યાં હતા.
આ પ્રસંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલે હોસ્પિટલના દર્દીઓના ખબરઅંતર પૂછી ફળફળાદિ-ફુટસનું પણ વિતરણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સિવીલ સર્જન ડૉ. જ્યોતિ ગુપ્તા, આર.એમ.ઓ. ડૉ. મનોહર મજીગાંવકર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત, પિડીયાટ્રીશીયન ડૉ. શ્રેયાશ શાહ સહિતના અન્ય તબીબો પણ સાથે રહ્યાં હતાં.