New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/01-24.jpg)
ગામકુવા ગામ પાસે રસ્તો ક્રોસ કરવા જતો દીપડો વાહનની અડફેટે ફંગોળાયો
નર્મદા જિલ્લામાં રાજપીપળા પ્રતાપનગર નજીક રસ્તો ઓળંગતા દીપડાનું ભારદારી વાહનની અડફેટે મોત નીપજ્યું છે. રાજપીપળા રેન્જ વન વિભાગે દીપડાનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કર્યાં હતા.
ગત રાત્રીના જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં એક દીપડો રહેઠાણ વિસ્તારમાં આવી ગયો હતો. રાતના અંધકારમાં પ્રતાપનગર-ગામકુવા ગામ પાસે રાત્રીના રસ્તો ઓળંગવા જતો દીપડો મોટા વાહનની અડફેટે ફંગોળાયો હતો. ઘાયલ દીપડો કલાકો સુધી કણસતો રહ્યો હતો અને આખરે તેણે રસ્તા ઉપર જ દમ તોડી દીધો હતો. જો કે ઘટનાની સવારે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી. વના વિભાગે દીપડાના મૃતા દેહને રસ્તા ઉપરથી હટાવી મૃત દીપડાના અંતિમ સંસ્કાર કર્યાં બાદ તેના મોત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
Latest Stories