રાજપીપળાઃ BPL કાર્ડ ધારકોને આપ્યા હતા મફત વીજમીટર, પછી આવ્યું 20 હજારનું બીલ

New Update
રાજપીપળાઃ BPL કાર્ડ ધારકોને આપ્યા હતા મફત વીજમીટર, પછી આવ્યું 20 હજારનું બીલ

રાજય સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં રહેતા BPL પરિવારોને મફત વીજ કનેકશનની જાહેરાત કરતાતાં વર્ષ 2016માં રાજપીપળા નગર પાલિકા વિસ્તારમાં આવા કનેક્શન અપાયા હતા. બાદમાં આ પરિવારોને ત્યાં 2 વર્ષ સુધી કોઈ બીલ આપવામાં આવ્યા નહોતા. જોકે 22 મેં 2018 ના રોજ એક સાથે 24 મહિનાના મોટી રકમના બીલ ફટકારાતાં ગરીબ પરિવારોમાં હાહાકાર વ્યાપ્યો છે.

publive-image

રાજપીપલાના નવાફળીયા, કાછીયાવાડ, સિંધીવાડ વિસ્તારના BPL પરિવારોને 15 થી 20 હજારના એક સામટા વીજબીલો વીજકંપનીએ ફટકારતાં રોજ કમાઈને રોજ ખાનારા પરિવારોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

નવાફળિયાનાં રહીશ અને દરજીકામ કરતા શબીર મન્સૂરીને 24 મહિનાના 2111 યુનિટના ચાર્જ પેટે રૂપિયા 15801 નું બીલ, દીપેશ તડવીને 2681 યુનિટના ચાર્જ પેટે રૂપિયા 20,275 અને ગણેશ માછીને 2270 યુનિટનાં વપરાશ પેટે રૂપિયા 17,849ના અધધધ બીલો ફટકારતાં જ હવે આ વીજબીલો કેમ ભરવા તેની ચિંતામાં આ પરિવારો મુકાયા છે.

વીજકંપનીની ભૂલનો ભોગ બનેલા પરિવારોના માત્ર 1 રૂમ ના મકાન છે. આગામી સમયમાં બાળકોની ફી સહિતના અનેક ખર્ચ માથે હોય અને હવે ધાર્મિક તહેવારો અને લગ્ન સિઝન વચ્ચે ખર્ચને કેમ પહોંચી વળવો તે ચિંતાનો વિષય બન્યો છે.

Latest Stories