/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/DcLEl8HX0AE357Q.jpg)
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચમાં કરવામાં આવી હતી
પ૮માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના યજમાન ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી અને રાજયપાલ ઓ.પી.કોહલીનાં હસ્તે વિવિધ ક્ષેત્રોમાં જિલ્લાનું ગૌરવ વધારનારા ૧૨ વ્યકિતઓનું વિશેષ સન્માનિત કર્યું હતું. કૃષિ મેદાન ભરૂચ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં એશિયન ગેમ્સમાં કબડ્ડીના રમતવીર અને અંકલેશ્વરના વતની સોહેલ બાબુભાઇ રાજ, વાગરાના વસ્તી ખંડાલીના રહીશ અને ભરૂચની શાળામાં આત્મરક્ષા (સ્વરક્ષણ)ની તાલીમ આપનાર અને કરાટેમાં નેશનલ ચેમ્પિયન ઇમરાન ઇસ્માઇલ ભટ્ટી, દેશ-વિદેશમાં પ્રખ્યાત ભરૂચનાં લોકસાહિત્યકાર અભેસિંહ રાઠોડ, શાસ્ત્રીય સંગીત વિશારદ જેમણે બે હજાર જેટલા લોકસંગીતની રચના કરી કલાક્ષેત્રને સન્માનીય બનાવ્યું એવા દેવેશ દવે.
ધોરણ-૧૧ માં અભ્યાસ કરતી નેશનલ કબડ્ડી ટીમમાં ભાગ લેનાર અને સમયકેમ્પ પસંદગી થયેલી થવા ઉત્તર બુનિયાદી વિદ્યાલયની પ્રિયંકા વસાવા, રૂચિતા વસાવા, રસીલા વસાવા. આદિવાસી વિસ્તારોમાં એક લાખથી વધુ લોકોને આરોગ્યની સેવા કરીનાર સેવાયજ્ઞ સમિતિ ભરૂચના રાકેશ ભટ્ટ, ૧૯૯૯ થી શાંતિવન સ્મશાનગૃહમાં પાંચ હજારથી વધુ બિનવારસી લાશોને અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકી. અંધજનોના પુનર્વસન અને ૬૦૦ માતા-બાળકોને આરોગ્ય સેવા પુરી પાડવા માટે સેવા રૂરલ ઝઘડીયાના ર્ડા.શ્રેય દેસાઇ. ૪૦૦ થી વધુ અનાથ બાળકોને વિનામુલ્યે શિક્ષણ પુરૂ પાડવા બદલ કાકડકુઈ માધવ વિદ્યાપીઠનાં વિજયસિંહ સુરતીયા અને ૧૦૦ થી વધુવાર રકતદાન કરનાર ભરૂચના જી.એમ.પટેલનું શાલ ઓઢાડી, સન્માનપત્ર આપી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.