/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/SINOR-PHOTO.jpg)
પડતર માંગ ન સંતોષાય ત્યાં સુધી ધરણા યોજી આરોગ્ય સેવાનો કર્યો બહિષ્કાર
શિનોરના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિનોર તાલુકાની આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને સંદર્ભે ધરણા યોજીને આરોગ્યની તમામ સેવાઓ અને કામગીરીનો બહિષ્કાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યમાં જાણે સરકારી કર્મચારીઓની હડતાલની મૌસમ ખીલી હોય એમ દિન પ્રતિદિન સરકારી કર્મચારીઓ સરકાર સામે પોતાની પડતર માંગણીઓને લઈને બાયો ચઢાવી સરકાર સામે રણશિંગુ ફુંક્યું હોય એમ લાગી રહ્યું છે ત્યારે આજરોજ શિનોર તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આશાવર્કર તરીકે ફરજ બજાવતી બહેનોએ સરકાર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ ૫૦ ટકા નો વધારો ઓગસ્ટથી બાકી છે તે તુરંત આપવામાં આવે અને જનની સુરક્ષા યોજના અંતર્ગત સર્ગભાની સેવા સાથે ફોર્મ પી.એચ.સી ખાતે જમા કરીએ કે તરત જ તેનું મહેનતાણું ખાતામાં જમા કરી દેવાય સહિતની વિવિધની માંગણીઓ સાથે આજરોજ શિનોર તાલુકાની આરોગ્ય સેવા આપતી આશા વર્કર બહેનો આરોગ્યની તમામ સેવાઓ અને કામગીરીનો બહિષ્કાર કરીને સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હડતાલ પર ઉતરી ગયેલ આશા વર્કર બહેનોએ વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે સરકાર દ્ધારા અમારી માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો ત્યાં સુધી અમે આરોગ્યની તમામ સેવાઓથી અડગ રહીશું તેમ આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું.