રાજસ્થાનના જોધપુરમાં ગઈ કાલે રાત્રે એક નિર્માણાધીન ફેક્ટરી મોટી દૂર્ઘટના ઘટી હતી. જેમાં દીવાલ ધરાશાયી થવાના કારણે 8 લોકોના મોત થયા છે. જો કે હજુ પણ કેટલાંક લોકો નીચે દટાયેલા હોવાની આશંકા હતી. જેમાં હાલ રેસ્કયુ દ્વારા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. 8 લોકોના મૃત્યું અંગેની પુષ્ટી તંત્ર કરી ચૂક્યું છે.
આ દૂર્ઘટના જોધપુરના બાસાની પોલીસ ચોકી ક્ષેત્રની નજીક થઈ હતી. બાસાની પોલીસ ચોકીની નજીક રામદેવ મંદિરની પાસે ફેક્ટરીમાં નિર્માણાધીન દિવાલ અચાનક ધરાશાયી થઈ જતાં નીચે અંદાજે 10થી 12 લોકો દટાયાં હતા.
સુચના મળવાની સાથે પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, તંત્ર અને પોલીસ દ્વારા દટાયેલા લોકોને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યાં અનુસાર ઘટનાસ્થળે દટાયેલાં લોકોને બહાર કાઢવાની કામગીરી જારી છે.
જોધપુર વિભાગીય કમિશનર ડૉ. સમિત શર્માએ આ દૂર્ઘટનામાં 8 લોકોના મૃત્યુંની પુષ્ટિ કરી છે. દૂર્ઘટનામાં કેટલાંક લોકોને ઇજા પહોંચી હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. નિર્માણાધીનમાં રેસ્ક્યુ ઓપરેશન હજી ચાલી રહ્યું છે. દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.