/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/01203820/13.jpg)
રાજ્યમાં આજે કોરોના વાયરસના 12,978 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, રાજ્યમાં આજે 11,146 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં આજે 153 દર્દીનાં મોત થયાં છે. જેને પગલે રિક્વરી રેટ ઘટીને 74.05 ટકા થયો છે.
આજે રાજ્યમાં 1 લાખ 27 હજાર 9ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 98 લાખ 73 હજાર 963 લોકોને પ્રથમ ડોઝ અને 25 લાખ 57 હજાર 405 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 24 લાખ 31 હજાર 368નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 25 હજાર 712ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 94 હજાર 602ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,508 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 40 હજાર 276 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,46,818 એક્ટિવ કેસ છે, જેમાંથી 722 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,46,096 દર્દીની હાલત સ્થિર છે.