ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 14,327 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 9,544 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી હતી. અને તેની સાથે જ રાજ્યમાં રિક્વર થયેલા દર્દીઓના આંકડો 4 લાખને પાર થઈ ગયો છે. રાજ્યમાં આજે 180 દર્દીનાં મોત થયાં છે. આ સાથે જ રાજ્યનો કુલ કોરોના મૃત્યુઆંક 7 હજારને પાર થયો છે. અને કુલ મોતનો આંકડો 7010 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ ઘટીને 73.82 ટકા થયો છે.
આજે રાજ્યમાં 1 લાખ 64 હજાર 979ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 96 લાખ 33 હજાર 415 લોકોને પ્રથમ ડોઝ અને 22 લાખ 89 હજાર 426 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 19 લાખ 22 હજાર 841નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 60 હજાર 26 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 88 હજાર 549ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 53 હજાર 172ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,010 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 8 હજાર 368 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,37,794 એક્ટિવ કેસ છે, જેમાંથી 572 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,37,222 દર્દીની હાલત સ્થિર છે.