રાજ્યમાં મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ

New Update
રાજ્યમાં મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ

ભાજપ દ્વારા ગુજરાતમાં મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 12 નવેમ્બર સુધી ચાલનારા આ અભિયાનનો પ્રારંભ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદ નારણપુરા થી કરાવ્યો હતો.

આ અભિયાન હેઠળ ભાજપનાં નેતાઓ અને કાર્યકરો સમગ્ર રાજ્યના જુદા-જુદા જીલ્લામાં જોડાશે અને જનતા સાથે મળશે. આ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન, સ્મૃતિ ઈરાની, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન સહિતના 10 કેન્દ્રીય મંત્રીઓ આ ચૂંટણીના પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.

publive-image

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારો સાથે સીધો સંપર્ક કરવાનો છે. આ અભિયાનની રાજકોટમાં શરૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવી હતી. જ્યારે વડોદરામાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા આ અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી.

Latest Stories