રાજ્યમાં સ્કૂલ અને કોલેજોમાં 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવા સરકારનો નિર્ણય

New Update
રાજ્યમાં  સ્કૂલ અને કોલેજોમાં 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવા સરકારનો નિર્ણય

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ કારણેને કારણે સ્કૂલ-કોલેજને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. યુનિવર્સિટીઓ દ્વારા તે માટે નવેસરથી સમયપત્રક જાહેર કરવામાં આવશે. 10મી એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવશે. યુનિવર્સિટીની હોસ્ટેલો ચાલું રહેશે. તેમણે હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવવાનું રહેશે. આ તમામ સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓ લાગુ પડશે.

ગુજરાતમાં ફરી એક વખત કોરોનાની નવી લહેર ઉઠી છે. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને સંબોધ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે હૉસ્પિટલમાં બેડ તૈયાર રાખ્યા છે. સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે લૉકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી.