રાજ્યવ્યાપી તપાસના આદેશ : કોરોના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી લેબોરેટરીઓ સામે “લાલ આંખ”

New Update
રાજ્યવ્યાપી તપાસના આદેશ : કોરોના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી લેબોરેટરીઓ સામે “લાલ આંખ”

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ સામે કડકમાં કડક પગલાં લેવા માટે મુખ્યમંત્રીએ આદેશો આપ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રી મંડળની બેઠક દરમ્યાન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાનગી લેબોરેટરીઓ સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ સુરતની તેજસ અને હેમ જ્યોત લેબ સામે એપેડેમિક એક્ટ અંતર્ગત તાત્કાલિક કાર્યવાહી કરી છે. જેમાં બન્નેના લાઈસન્સ રદ કરી તેને સીલ કરવામાં આવી છે. ઉપરાંત તપાસ કરનાર વ્યક્તિ એ પણ ચકાશે કે, તમામ ખાનગી લેબોરેટરીઓ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર પ્રમાણે કામગીરી, ટેસ્ટિંગના રજિસ્ટરની યોગ્ય જાળવણી, યોગ્ય પેથોલોજિસ્ટ ઉપલબ્ધ છે કે નહીં અને બાયોમેડિકલ વેસ્ટનો કેવી રીતે નિકાલ કરવામાં આવે છે કે નહીં. ઉપરાંત કોરોના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરનારી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. જેમાં જિલ્લા કક્ષાની ટીમો દ્વારા આવી લેબોરેટરીઓની તાત્કાલિક મુલાકાત લઈને ચકાસણી કરવામાં આવશે.

Latest Stories