/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/8_1527578966.jpg)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યારે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. દરમિયાન સરસાણાં પ્લેટીનિયમ હોલ ખાતે ડોનેટ લાઇફ દ્વારા ઓર્ગેન ડોનર કરનારના પરિવાર તથા ડોક્ટર્સનો સન્માન સમારોહમાં હાજરી આપી હતી. જેમાં સીએમ રૂપાણી અને રાજ્યપાલે પણ હાજરી આપી હતી. સાથે ઓર્ગેન ડોનર કરનારના પરિવારનું સન્માન કર્યું હતું.
બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીર નર્મદ યુનિવર્સીટી ખાતે યોજાનારા પદવી દાન સમારોહમાં પહોંચી 7 સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા. તો સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે નોબલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી તથા પદ્મશ્રી એ.એસ.કિરણકુમારને રાષ્ટ્રપતિએ પોતાના હસ્તે હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાની માતાની સ્મૃતિમાં અપાતા સંતોકબા એવોર્ડ એનાયત કર્યો હતો