રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો આજે જન્મદિવસ,વડાપ્રધાન મોદીએ જન્મદિવસની પાઠવી શુભેચ્છા

New Update
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો આજે જન્મદિવસ,વડાપ્રધાન મોદીએ જન્મદિવસની પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર, 1945 ના રોજ યુપીના કાનપુર જિલ્લાના એક ગામમાં થયો હતો. તેઓ દેશના 14 મા રાષ્ટ્રપતિ છે, તેમણે 25 જુલાઈ, 2017 ના રોજ શપથ લીધા હતા.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મદિવસ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા છે અને કહ્યું કે તેમની સમૃધ્ધ સૂઝ અને નીતિ વિષયક બાબતોની સમજ આપણા દેશ માટે એક મોટી સંપત્તિ છે. વડા પ્રધાને રાષ્ટ્રપતિના જન્મદિવસ પર અભિનંદન આપતા એક ટ્વીટ કર્યું છે.

તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, 'રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભકામના. તેમની સમૃધ્ધ સૂઝ અને નીતિ વિષયક બાબતોની સમજ આપણા દેશ માટે એક મોટી સંપત્તિ છે. વંચિત લોકોની તેમની સેવા ખૂબ જ પ્રચંડ છે. હું તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવું છું.

ગૃહમંત્રી અમિત શાહે પણ રાષ્ટ્રપતિને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા. તેમણે પોતાની ટવીટમાં કહ્યું કે દેશના વંચિત વર્ગના કલ્યાણ માટે રાષ્ટ્રપતિનું સમર્પણ દરેકને પ્રેરણા આપે છે. તેમણે લખ્યું, 'માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને જન્મદિવસની શુભકામના. દેશના ગરીબ અને વંચિત વર્ગના કલ્યાણ અને સશક્તિકરણ માટે તમારું સમર્પણ આપણા બધાને પ્રેરણા આપે છે. તમારી બુદ્ધિ અને કુશળતાથી દેશને નવી શક્તિ મળી છે. હું તમને સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યની ઇચ્છા કરું છું.

Latest Stories