રાહુલ ગાંધી અમદાવાદમાં 4 ઝોનનાં કોંગી આગેવાનો સાથે બેઠક યોજશે

New Update
રાહુલ ગાંધી અમદાવાદમાં 4 ઝોનનાં કોંગી આગેવાનો સાથે બેઠક યોજશે

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 2૩મી ડિસેમ્બર શનિવારે એક દિવસની અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદનાં યુનિર્વિસટી કન્વેન્શન હોલમાં તેઓ વિધાનસભામાં ચૂંટાયેલા અને હારેલા એમ તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરશે. ઉમેદવારો અને આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ સાંજે ચાર વાગ્યે રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કરવાના છે.

સવારે 11.30 વાગ્યે ઉત્તર ઝોનના કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારો સાથે બેઠક કરશે. આ બેઠક એક કલાક સુધી ચાલશે. ત્યાર બાદ 12.30 વાગ્યે મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત થવાની છે.

બપોરે 2 વાગ્યે સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓ-આગેવાનો સાથે ચર્ચા વિચારણાનો દોર શરૃ થશે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે દક્ષિણ ઝોનના નેતાઓ સાથે બેઠક યોજાશે. ચારેય ઝોનના આગેવાનો સાથેની મુલાકાત બાદ રાહુલ સાંજે 4 વાગ્યે કાર્યકરોને સંબોધન કરશે.

Latest Stories