રાહુલ ગાંધી બીજા દિવસનાં પ્રવાસમાં અરવલ્લી, દાહોદ, વડોદરામાં ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવશે

New Update
રાહુલ ગાંધી બીજા દિવસનાં પ્રવાસમાં અરવલ્લી, દાહોદ, વડોદરામાં ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવશે

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. અને તેઓએ અરવલ્લી, દાહોદ, વડોદરામાં ચૂંટણી પ્રચારને વેગ આપશે.

રાહુલ ગાંધીએ મુત્યુ પામેલા ઈરશાદ બેગ મિરજાનાં ઘરે જઈને પરિવારજનોને સાંત્વના આપી હતી અને ત્યારબાદ પોતાના દિવસની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધી મધુસુદન મિસ્ત્રીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં મધુસુદન મિસ્ત્રીના પુત્રનું અવસાન થતાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રાહુલ ગાંધી દિવસ દરમિયાન દેહગામ, 12-10 વાગ્યે અરવલ્લીનાં બાયડ ખાતે કોર્નર મિટિંગ યોજશે, 1-05 વાગ્યે બાયડનાં સાંતભા ખાતે રાહુલનું સ્વાગત કરવામાં આવશે, 2-10 વાગ્યે લુણાવાડામાં કોર્નર મિટિંગ યોજશે, 3-15 વાગ્યે સંતરામપુરમાં કોર્નર મિટિંગમાં હાજરી આપશે, 4 વાગ્યે રાહુલ ગાંધીનું મારગડા ચોકડી ખાતે સ્વાગત થશે. ત્યારબાદ રાહુલ સભાને સંબોધશે અને ત્યાર બાદ 4-50 વાગ્યે દાહોદનાં મવુડા ચોકડી ખાતે કોર્નર મિટિંગમાં હાજરી આપ્યા બાદ રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

Latest Stories