/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/IRCTC-Mobile_jpg_1484364f.jpg)
ઓનલાઇન રેલવે ટિકિટ ખરીદવાનું ફરી મોંઘું થઈ શકે છે. ભારતીય રેલવેએ નાણાં મંત્રાલય પાસે ઓનલાઇન રેલવે ટિકિટ પર ફરીથી સર્વિસ ચાર્જ લગાવી દેવાની પરવાનગી માગી છે. રેલવેનો તર્ક છે કે સરકાર પહેલાંથી જ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રકારની છૂટછાટ આપી રહી છે અને એટલે ઓનલાઇન ટિકિટ ખરીદવા માટેની સર્વિસ ચાર્જની છૂટને 30 જૂનથી વધારે આગળ ન લંબાવવામાં આવે. જો નાણામંત્રાલયે આ અરજી માની લીધી તો પેસેન્જર્સે ઓનલાઇન ટિકિટ ખરીદવા માટે સર્વિસ ચાર્જ આપવો પડશે.
હવે જીએસટી લાગૂ પડ્યા પછી એસી ક્લાસના પેસેન્જર્સે પહેલાંની જેમ 4.5 ટકાની બદલે 5 ટકા ટેક્સ આપવો પડશે. નોંધનીય છે કે રેલવે બજેટમાં નાણાંપ્રધાન અરૂણ જેટલીએ ઓનલાઇન રેલવે ટિકિટ પરથી સર્વિસ ચાર્જ હટાવવાની ઘોષણા કરી હતી. જોકે એ સમયે સ્પષ્ટતા નહોતી કરવામાં આવી કે આ છૂટ મર્યાદિત સમયગાળા માટે આપવામાં આવી રહી છે કે આખા વર્ષ માટે.