/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/1-1.jpg)
ઓનલાઇન રેલવે ટિકિટ બુક કરાવનાર મુસાફરોને માર્ચ 2018 સુધી સર્વિસ ચાર્જ નહિં ચૂકવવો પડે. લોકો ડીજીટલ વ્યવહાર કરે તે માટે પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં નોટબંધી જાહેર કરી હતી. ત્યારે સર્વિસ ચાર્જને નાબુદ કર્યો હતો.
ત્યાર પછી એ સેવાને જૂન સુધી લંબાવવામાં આવી હતી અને ત્યાર પછી 30 સપ્ટેમ્બર સુધી પણ લંબાવી હતી. IRCTC મારફતે ટિકિટ બુક કરાવનાર ટિકિટ દીઠ રૃપિયા 20 થી 40 ચૂકવે છે. 29 સપ્ટેમ્બરે રેલવેની ટિકિટ એજન્સી IRCTC ને રેલવે બોર્ડે આદેશ કર્યો હતો કે આ લાભ આવતા વર્ષના માર્ચ મહિના સુધી લંબવવામાં આવ્યો છે.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે IRCTCની આવક માંથી 33 ટકા હિસ્સો ઓનલાઇન બુકીંગ પર વસુલાતી સર્વિસ ચાર્જ માંથી આવે છે. ગયા નાણાંકીય વર્ષના આવકના આંકડાઓ અનુસાર, IRCTCની 1500 કરોડ રૃપિયાની આવક માંથી આશરે 540 કરોડ રૃપિયા સર્વિસ ચાર્જ દ્વારા વસુલાયા હતા.