રોટરી ક્લબ નર્મદા નગરી ભરૂચ દ્ધારા મહિલા સ્વરોજગાર તાલીમ યોજાયી

New Update
રોટરી ક્લબ નર્મદા નગરી ભરૂચ દ્ધારા મહિલા સ્વરોજગાર તાલીમ યોજાયી

રોટરી ક્લબ નર્મદા નગરી ભરૂચ દ્ધારા મહિલા સશક્તિકરણના હેતુસર મહિલાઓ સ્વયં પગભર બને તે માટેની સ્વરોજગાર તાલીમ યોજાઈ હતી.

publive-image

પોલીસ વિભાગના કર્મચારીઓની મહિલાઓ માટે ટેલરીંગ ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહિલાઓને કાપડ કટીંગ, મશીન સિલાઈ, કપડાંની ડિઝાઇનની ચાર માસ સુધી 17 મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પામેલી મહિલાઓને ડીવાયએસપી મહેન્દ્ર શુકલા અને રોટરી પ્રમુખ પૂનમ શેઠના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સુબોધ ભટ્ટ, નિર્મલસિંહ યાદવ, સતીષ મહેતા અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. ક્લબ દ્ધારા આગામી જૂન મહિનામાં બીજી બેચનું આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories