New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-178.jpg)
રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી દ્વારા તારીખ 28મી જાન્યુઆરી રવિવારનાં રોજ સવારે લિંક રોડ પાસે ધમાલ ગલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં બાળકો થી લઈને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, અને સતોડિયુ, ઉભીખો, કોથળા દોડ, લખોટી, ભમરડો, દોરડા ખેંચ, ટાયર રેસ, માટલા ફોડ, સંગીત ખુરશી, ડ્રોઈંગ , લીંબુ ચમચી, દોરડા કુદ, ધમાલ ધકો જેવી અનેક મસ્તીભરી રમતોની સ્પર્ધકોએ મોજ માણી હતી.
આ ઉપરાંત ડી જે તેમજ જુમ્મા ડાન્સ, સ્ટ્રીસ્ટ પ્લે, ફ્લેશ મુવ જેવા કાર્યક્રમોમાં પણ શહેરીજનોએ ભાગ લઈને અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે ભરૂચનાં વિવિધ ક્લબોનાં સભ્યો, સામાજિક સાંસ્કૃતિક તેમજ રમતગમતો સાથે જોડાયેલી સંસ્થાઓ, શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories